એક એવું ઘર...જ્યાં મૃત્યુ નજીક હોય તેવા લોકો ખાસ જાય છે રહેવા, જાણો કારણ 

એક એવું ઘર...જ્યાં મૃત્યુ નજીક હોય તેવા લોકો ખાસ જાય છે રહેવા, જાણો કારણ 

વારાણસીમાં એક મકાન એવું છે કે જ્યાં લોકો જ્યારે મૃત્યુની સમીપ હોય ત્યારે ત્યાં પહોંચી જાય છે. પોતાના જીવનના અંતિમ દિવસો તેઓ અહીં પસાર કરવાનું ઈચ્છે છે. આથી આ ભવન મુક્તિભવન નામે પણ ઓળખાય છે. આ મકાન વર્ષ 1908માં બનાવવામાં આવ્યું હતું. 

આ ભવનમાં એક પુસ્તક છે જેમાં આવનારા લોકોના નામ નોંધાય છે. તેમાં મોટાભાગના એવા લોકોના નામ છે જે પોતાના જીવનના છેલ્લા દિવસોમાં ત્યાં ગયા હશે. 

મોત માટે અપાય છે 2 અઠવાડિયાનો સમય
ભવનમાં રોકાવા માટે 2 અઠવાડિયાનો સમય અપાય છે. જો 2 અઠવાડિયાની અંદર બીમાર વ્યક્તિનું મોત ન થાય તો તેને પાછો તેના ઘરે મોકલી દેવાય છે. દર વર્ષે દેશના ખુણે ખુણેથી અને દુનિયાભરમાંથી હિન્દુ ધર્મમાં શ્રદ્ધા રાખનાર લોકો અહીં આવે છે અને પોતાના જીવનના છેલ્લા દિવસો વીતાવે છે. અંગ્રેજોના જમાનામાં બનેલી આ ધર્મશાળામાં 12 રૂમ છે. આ સાથે એક નાનું મંદિર અને પૂજારી પણ છે. આ રૂમમાં એવા જ લોકોને જગ્યા મળે છે જેમના મોત નજીક હોય. 

રૂમનું ભાડું 75 રૂપિયા
આ ભવનના રૂમનું ભાડુ 75 રૂપિયા છે. આ સાથે જ તકિયો, ચાદર અને હવામાન મુજબ કળશમાં પીવાનું પાણી અપાય છે. વધુ સંપન્ન લોકો માટે ભજન મંડળીની વ્યવસ્થા પણ છે. જેમાં એક સ્થાનિક ગાયક છે જે ઈશ્વર અને મોક્ષનું સંગીત સંભળાવે છે. જેનાથી બીમાર લોકોને દર્દમાં રાહત મળે છે. 

અહીં મોત થવાથી મળે છે સીધો મોક્ષ
એક પૂજારી પણ છે જે ભવનમાં રહેતા લોકો પર સવાર સાંજ ગંગાજળ છાંટે છે જેનાથી સરળતાથી મોક્ષ થઈ શકે. 2 અઠવાડિયાની અંદર જો કોઈનું મોત ન થાય તો તેણે તે રૂમ છોડવો પડે છે પરંતુ તે બહારની કોઈ ધર્મશાળા કે અન્ય કોઈ ભવનમાં રહી શકે છે. જેનાથી કાશીમાં જ તેમનું મોત થઈ શકે. 

કાશીમાં મળે છે મોક્ષ
એવું કહેવાય છે કે જેમનું મોત કાશીમાં થાય છે તેને સીધો મોક્ષ મળી જાય છે. આથી જણાવીએ કે પહેલાના સમયમાં જ્યારે લોકો કહેતા કે કાશી જાય છે તો તેનો અર્થ એ થતો હતો કે તેમના પાછા ફરવાની સંભાવના બહુ ઓછી છે. પહેલા મુક્તિભવનની જેમ અનેક આવા મકાનો હતાં પરંતુ હવે વારાણસીના મોટાભાગના મકાનો કોમર્શિયલ થઈ ગયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news